(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા વન વિભાગ ના જાપ્તા હેઠળ રહેલા પાંજરે પુરાયેલો દીપડો ભાગી જતા વનવિભાગ હવે દીપડાને શોધવા હવાતિયાં મારી રહ્યું છેપાંજરા માંથી ભાગી ગયેલા દીપડા બાબતે વન વિભાગ ની બેદરકારી છુપાવતું આરએફઓ ચેતના માટીનું નિવેદન સામે આવ્યું છે.
વન વિભાગના જાપ્તા હેઠળ પાંજરામાંથી ભાગી ગયેલા દીપડાએ પંથકમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.આરએફઓ ચેતના માછીએ તેમના નિવેદનમાં જણાવ્યું કે દીપડો કેવી રીતે ભાગી ગયો તે અમારા માટે પણ પહેલી ઘટના હોય એ અમારા માટે પણ એક તપાસનો વિષય છે અને સાંજે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે ચીપ લગાવવા એક પાંજરા માંથી બીજા પાંજરામાં લઈ જતા દીપડો પંજા વડે દરવાજો ઉંચો કરી ભાગી ગયો હતો.આરએફઓ ચેતના માછીના આ બંને નિવેદનો વિરોધાભાસ ઉભરી આવ્યા છે.જવાબદાર કર્મચારીને બચાવવા તેઓ વાર્તા બનાવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે.જો કે સવાર સાંજના વિરોધાભાષ નિવેદન બાબતે ચેતના માછીને પુછતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ સવારે દીપડાના ભાગી જવા બાબતે કોઈ નિવેદન આપ્યું નથી.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા સરકારી દવાખાના નજીકથી પાંજરે પુરાયેલા દીપડાને ઝઘડિયા વન કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.જે રવિવાર સવારના સમયે પાંજરા માંથી ભાગી છૂટ્યો હતો.સદર બાબતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતના માછીએ નિવેદન આપ્યું હતું કે દીપડાને પુંછડી ઉપર ચીપ લગાવવાની હોય તેને એક પાંજરા માંથી બીજા પાંજરામાં ટ્રાન્સફર કરાવવા દરમ્યાન દીપડો પંજા વડે પાંજરાનો દરવાજો ઉંચો કરી ભાગી જવામાં સફળ થયો હતો.રેન્જ ફોરેસ્ટ ઓફિસરની આ હાસ્યાસ્પદ વાર્તાથી સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે.
ઝઘડિયા વન વિભાગ કચેરી ખાતે પાંજરામાં પુરાયેલો દીપડાએ ભાગી ગયા બાદ નજીકના વિસ્તારમાં આતંક મચાવ્યો હતો.લોકોના જીવ પડીકે બંધાયા હતા.તો ભાગી જવામાં સફળ થયેલા દીપડાએ વન કચેરી નજીક આવી રેવા સોસાયટીમાં બે મહિલા કામદારો ઉપર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી.ઉપરાંત એક નાના બાળકને પણ શિકાર બનાવના પ્રયાસ કર્યો હતો.
આ વન વિભાગની ગંભીર બેદરકારી સામે ઝઘડિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચેતના માછીએ મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે દીપડાની પુંછ ઉપર ચીપ લગાવવાની કામગીરી દરમ્યાન એક પાંજરા માંથી બીજા પાંજરામાં દીપડાને લઈ જતા દરમ્યાન દીપડાએ પંજા મારી દરવાજો ખોલી ભાગી ગયો હતો.તો શું ખરેખર દીપડો એટલો ચતુર હતો કે તે જાતે પીંજરાનો વજનદાર દરવાજો ઉંચો કરી શકે?
વન વિભાગની બેદરકારી છુપાવવા માટે આરએફઓ ના આ નિવેદન સામે સત્ય છુપાવાય રહ્યું હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. આ બાબતે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર કર્મચારી સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.




