– પ્રિન્ટર મશીન શોભાના ગાંઠિયા સમાન
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગર ના જીનબજાર વિસ્તારમાં આવેલ તાલુકાની મુખ્ય પોસ્ટ ઓફિસ છે.
આ પોસ્ટ ઓફિસમાં રોજેરોજ અસંખ્ય ટપાલોના વ્યવહાર ની સાથે સાથે મોટા પ્રમાણમાં બચત ખાતાઓ ચાલે છે.વિધવા સહાય ના બચત ખાતાઓની સાથેસાથે રોજેરોજ સ્પીડ પોસ્ટ થી લઈને લોકોના નાંણાકીય વ્યવહારની કામગીરીથી લઈને અન્ય કામગીરી ઓનલાઈન થાય છે.ત્યારે અહિયા મુકવામાં આવેલ પિન્ટર મશીન ૪૫ દિવસથી ખોટકાતા સ્ટાફ અને ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.જેના કારણે પોસ્ટ ઓફિસના મુખ્ય જવાબદાર અધિકારી તેમજ સ્ટાફ સાથે ગ્રાહકો ટકરાર થતી રહે છે.આ બાબતે ભરૂચ ખાતે આવેલ જીલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓ યોગ્ય ધટતું કરી ગ્રાહકોને પડતી તકલીફ નિરાકરણ લાવે તેવું ચર્ચાઈ રહ્યુ છે.




