ચાંદીપુરા વાયરસને લઈને ભરૂચનું તંત્ર સજજ : સિવિલ હોસ્પિટલ ખાતે 30 થી વધુ બેડનો સ્પેશ્યલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો

SHARE:

– નર્સીંગ સ્ટાફ, દવાઓ અને જરૂર પડ્યે ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની પણ સુવિધા 

ભરૂચ,

ચાંદીપુરા વાયરસે ગુજરાતભરમાં પગ પેસારો કર્યો છે જેને લઈને ભરૂચનું તંત્ર સજજ બન્યું છે.સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશ્યલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવતા ઈમર્જન્સીમાં દર્દી આવે તો તેને તમામ સારવાર મળી રહેશે.

ભરૂચમાં પણ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે.ભરૂચ સિવિલ હોસ્પિટલનું સંચાલન કરતી ડૉ. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં ખાસ સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે.ચાંદીપુરા વાયરસના સંભવિત કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.કોઈ શંકાસ્પદ દર્દી સામે આવે તો તેને તાત્કાલિક જરૂરી સારવાર અને દેખરેખ હેઠળ રાખી શકાય તે માટે અલગ વોર્ડમાં 30 થી વધુ બેડ સાથે પૂરતો નર્સીંગ સ્ટાફને ખડે પગે રાખવામાં આવ્યા છે.ઈમરજન્સી દરમ્યાન પૂરતી દવાઓની સાથે સાથે ઓક્સિજન અને વેન્ટિલેટર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.હોસ્પિટલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત ઊભી થાય તો દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે સજ્જ બન્યું હોવાનું કે.એમ.સી.આર.આઈ ભરૂચના ચીફ મેડિકલ એડમિસ્ટ્રેટર ડૉ.પરાગ પંડ્યાએ જણાવ્યું હતું.ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે.આ વાયરસ બાળકોમાં વધુ ગંભીર અસર કરી શકે છે.તેના મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ, માથાનો દુખાવો, ઊલટી, આંચકી આવવી,બેભાન થવું અને મગજ પર અસર થવી સામેલ છે. આ વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી પરંતુ સમયસર હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર કરાવવી જેથી વાયરસને રોકી શકાય અને દર્દીઓ જીવ બચાવી શકાય તેવું કે.એમ.સી.આર.આઈ ભરૂચના બાળ રોગ નિષ્ણાંત ડૉ.ઋષિલ વસાવાએ જણાવ્યું હતું.

ચાંદીપુરા વાયરસે ગુજરાત ભર માં પગ પેસારો કરતા હાલ તો તંત્ર સજ્જ થયું છે અને ભરૂચ જીલ્લામાં જો તેની એન્ટ્રી થાય તો તેની સારવાર સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!