નેત્રંગ નગરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા : મુખ્ય બજાર માજ આડેધડ પાર્ક કરાતા વાહનો

SHARE:

(વિજય વસાવા, નેત્રંગ)

નેત્રંગ નગરના ચાર રસ્તા તેમજ મુખ્ય બજારોમાં આડેધડ પાર્ક કરાતા વાહનો થી આમ રાહદારીઓથી લઈને વાહન ચાલક હેરાનપરેશાન થઈ તોબાપોકારી ઉઠીયા છે.

બીજી તરફ જવાબદાર તંત્રના અધિકારીઓનું ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઉદાસીન વલણ કે પછી આંખ આડાકાનના કારણે પ્રજા ને વેઠવાનો વારો આવ્યો છે.

નેત્રંગ એક તાલુકા મથકની સાથે સાથે અન્ય છ જેટલા તાલુકા સાથે રોજીંદો વ્યવહાર છે.જેને લઈને નેત્રંગ તાલુકાના ૭૮ ગામના લોકો સહિત અન્ય તાલુકાના લોકો જીવન જરૂરિયાતની તમામ વસ્તુ મોટો ભાગે નેત્રંગ આવીને ખરીદી કરે છે.જેના માટે તેઓ બસથી લઈ ને ખાનગી વાહન કે પોતાના વાહનો લઈને આવતા હોય છે.નેત્રંગ ચાર રસ્તા, રાજપીપલા, ડેડીયાપાડા, વાલીયા, અંકલેશ્વર, ઝંખવાવ, કેવડી,ઉમરપાડા જવા માટેનો મુખ્ય માર્ગો જોડાયેલ છે.ચાર રસ્તા વિસ્તારમાં દુકાન ધારકોએ ચારે તરફ દબાણો કરતા ને ખાનગી પેસેન્જર વહન કરતા વાહન ચાલકો રોડ વચ્ચે પોતાના વાહનો મુકી પેસેન્જર ભરતા હોવાથી તેમજ અન્ય વાહનચાલકો પણ પોતાના વાહનો ગમેતેમ પાર્ક કરતા હોય છે.બીજી તરફ ભાવના પાન થી જવાહરબજાર તેમજ નેત્રંગ ગ્રામપંચાયત સુધી દુકાનધારકો પોતાના વાહનો રોજે રોજ રોડ વચ્ચે મુકતા હોય છે.સાથે દુકાનોનો સામાન પણ ટ્રાફિક ને અડચણ રૂપ રોડ સુધી દબાણ કરી અડીંગો જમાવતા કાયમી ટ્રાફિક સમસ્યા જોવા મળે છે.જેમા પણ મંગળવારી હાટ બજારના દિવસે ટ્રાફિક ની સમસ્યા ગંભીર હોય છે.

ટ્રાફિક સમસ્યાને લઈને પ્રજાને પડી રહેલી તકલીફો દુર કરવામાં તંત્રના જવાબદાર અધિકારીઓથી લઈને પદાધિકારીઓને કોઈપણ જાતની ધગસ લાગતી નથી.ટ્રાફિક સમસ્યાના નિરાકણ માટે નેત્રંગ મામલતદાર કલ્પેશ ગળિયા (GAS ) ધગસથી નિરાકણ લાવે તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!