વધઈ,
‘કિસાન સારથી’ (Kisan Sarathi) એ ભારત સરકાર દ્વારા ખેડૂતોને ડિજિટલ માધ્યમથી સશક્ત બનાવવા અને કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક માહિતી સરળતાથી પહોંચાડવા માટે શરૂ કરાયેલું એક મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના કૃષિ વૈજ્ઞાનિકો સાથે સીધો સંપર્ક કરી શકે છે અને પોતાની સમસ્યાઓનું નિવારણ મેળવી શકે છે.ખેડૂતો પોતાની પ્રાદેશિક અથવા સ્થાનિક ભાષામાં પાક, માટી અને હવામાનને લગતી ચોક્કસ માહિતી મેળવી શકે છે તેમજ પાકમાં લાગતા રોગ, જીવાત અને તેના નિયંત્રણ માટે ખેડૂતો ઘરે બેઠા તજજ્ઞો પાસેથી સચોટ અને વૈજ્ઞાનિક ઉપાયો જાણી શકે છે.આ એપ્લિકેશન ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતોને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડીને સ્માર્ટ ફાર્મિંગ તરફ પ્રોત્સાહિત કરે છે.
ICAR Foundation Day નિમિતે અને ICAR -CSR Conclave 2026 અંતર્ગત તા.૧૫/૦૭/૨૦૨૬ ના રોજ ભારત દેશના ખેડૂતોએ કિસાન સારથી એપ્લિકેશનમાં ખેતી અને હવામાન સંબંધિત એક લાઈવ પોલમાં ભાગ લીધેલ હતો.આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના ખેડૂતોએ પણ આ લાઈવ પોલમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનો Feedback એપ્લિકેશનમાં રજીસ્ટર કરાવ્યો હતો.




