ભરૂચની જેપી કોલેજમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિદ્યાર્થી સંમેલન યોજાયું

SHARE:

ભરૂચ,

ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીની 125 મી જન્મજ્યંતીના ઉપલક્ષમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિધાર્થી સંમેલનનું આયોજન કરાયું હતું. ભરૂચની જે.પી. કોલેજમાં આયોજીત સંમેલનમાં મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભવો દ્વારા ડો.શ્યામા મુખર્જીના જીવનકવન, વિચારો, અખંડ ભારત અને શિક્ષણ પ્રત્યેના સમર્પણ અંગે માર્ગદર્શન અપાયું હતું.

ભાજપ યુવા મોરચા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા અને દેશના વિકાસમાં સક્રિય સહયોગના ઉમદા હેતુ સાથે યોજાયેલા સંમેલનમાં ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવનમાંથી પ્રેરણા લેવા આહ્વાન કરાયું હતું.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી પરેશ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, આચાર્ય ડો. નીતિન પટેલ, યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર,યુવા મહામંત્રી હેમદીપ પટેલ સહિતે ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!