રાજપીપલા મુખ્ય પોસ્ટ અને પાસપોર્ટ ઓફીસને બૉમ્બથી ઉડાવી દેવાનો બીજીવાર ધમકી ભર્યો મેઈલ મળતા દોડધામ

SHARE:

– નર્મદા પોલીસને જાણ કરાતા ડોગ સ્કવોર્ડ અને બીડીડીએસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન અને સઘન ચેકીંગ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

આજે રાજપીપલા મુખ્ય પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ ઓફીસને બૉમ્બ થી ઉડાવી દેવાની ફરીથી બીજીવાર ધમકી ભર્યો મેઈલ મળતા દોડધામ મચી જવા પામી હતી.નર્મદા પોલીસ ને જાણ કરાતા ડોગ સ્કવોર્ડ અને બીડીડીએસની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ ઓફીસને બૉમ્બ થી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેઈલ મળતા નર્મદા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.નર્મદા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા,રાજપીપલા ટાઉન પી આઈ અને એસઓજી પી આઈ સહિત ડોગ સ્કોવડ અને બી ડી ડી એસની ટીમ દ્વારા રાજપીપલા પોસ્ટ ઓફીસ અને પાસપોર્ટ ઓફીસની તપાસ કરવામાં આવી રહી છે.જોકે અત્યાર સુધી તપાસ માં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસ અને પોસ્ટઓફિસના કર્મચારીઓ ને રાહત થઈ હતી અને તમામ પોસ્ટઓફિસના કામ જે અટકાવવામાં આવ્યું હતું જે પણ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!