ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની દિકરી રહસ્યમય સંજોગોમાં લાપતા

SHARE:

– કોઈ અજાણ્યો પરપ્રાંતિય યુવક સગીરાને ભગાડી ગયો હોવાની શંકા સાથે સગીરાના પરિવારની પોલીસ ફરિયાદ

(જ્યશીલ પટેલ, ઝઘડીયા)

ઝઘડીયા જીઆઈડીસીમાં કામ કરતા શ્રમિક પરિવારની સગીર વયની કિશોરી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ હોવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.જોકે આ સગીરાને કોઈ અજાણ્યો પરપ્રાંતિય યુવક ભગાડી ગયો હોવાની શંકા સાથે તેના પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. 

મળતી વિગતો અનુસાર અન્ય જિલ્લાનું એક શ્રમજીવી પરિવાર ભરૂચ જીલ્લાની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં કામ કરે છે.આ પરિવારની એક પંદરેક વર્ષની ઉંમરની સગીર વયની દિકરી કોઈને કંઈ કહ્યા વિના ઘેરથી ગુમ થઈ ગઇ હતી.પરિવારજનો દ્વારા આસપાસના વિસ્તારમાં તેમજ અન્ય સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં સગીરાની કોઈ ભાળ મળી ન હતી.પોતાની દિકરી સગીર વયની હોવાનું જાણવા છતાં કોઈ અજાણ્યા પરપ્રાંતિય યુવક દ્વારા તેણીને ખરાબ ઈરાદાથી કે લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી જવાઈ હોવાની શંકા પરિવારજનોને થતા તેણીના પરિવારે ઘટના સંદર્ભે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!