ઉડીયા સમાજ દ્વારા ભરૂચમાં સાંસૃતિક પરંપરા મુજબ શ્રદ્ધાભેર રથયાત્રા પર્વની હર્ષોલ્લાસ અને શ્રદ્ધાભેર ઉજવણી

SHARE:

– જગન્નાથ મંદિરેથી રથમાં બિરાજી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નગરચર્યાએ નીકળ્યા

– ધારાસભ્ય ,પાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ

ભરૂચ,

ભરૂચની આશ્રય સોસાયટીમાં પાસે આવેલ જગન્નાથ મંદિરે થી ઉડીયા સમાજ દ્વારા અને જગન્નાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથની પુજા અર્ચના કરી સાંસ્કૃતિક પરંપરા મુજબ રથયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય,પાલિકા પ્રમુખ, પાલિકાના કારોબારી ચેરમેન,ડિસ્ટ્રીક્ટ બેંકના ડિરેકટર સહિત અન્ય અગ્રણીઓ જોડાયા હતા.

ભરૂચની આશ્રય સોસાયટી પાસે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે વહેલી સવાર થી રથયાત્રાની ઉજવણીનો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો હતો.ઉડિયા સમાજની આગવી સાસ્કૃતિક ઓળખ એવા રથયાત્રા પર્વ ની ઉજવણી અંતર્ગત વિશેષ પૂજન અર્ચન,આરતી અને ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ને જય ઘોષ સાથે રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી,પાલિકાના કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ,ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા,જિલ્લા ભાજપ દિવ્યેશ પટેલ,પૂર્વ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ રથમાં બિરાજમાન ભગવાનની આરતી ઊતાર્યાં બાદ દોરડું ખેંચી રથ ને જય જગન્નાથના જય ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈ મોડી સાંજે પુનઃ મંદિર ખાતે પરત ફરનાર હતી. રથયાત્રામા મોટી સંખ્યા માં ઉડિયા સમાજના પરિવારજનો તેમજ અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યા માં જોડાયા હતા.રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળતો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!