ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ૧૧૨મી પુણ્યતિથિની શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક ઉજવાઈ

SHARE:

– ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદાનાં ગરૂડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ૧૧૨મી પુણ્યતિથિ ભારે શ્રદ્ધા અને ભક્તિ ભાવ પૂર્વક ઉજવાઈ હતી જેમાં ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.

નર્મદા કિનારે આવેલા પવિત્ર તીર્થધામ ગરૂડેશ્વર ખાતે દત્ત સંપ્રદાયના મહાન સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનો આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.આ પાવન અવસરે મહારાજશ્રીની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના આરાધના મહોત્સવ નિમિત્તે આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો.આ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં,પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.સમગ્ર મંદિર પરિસર ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા’ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.ઉલ્લેખ ને છે કે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વર માં બિરાજમાન અવધૂત મહારાજના ગુરુજી છે જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ અહીંયા પુણ્યતિથિ નિમિત્તે દર્શન કરવા માટે આવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!