ગુજરાતનું મીની કાશ્મીર બની ગયેલું નર્મદાનું “માંડણ” ગામ

SHARE:

– વરસાદી મોસમમાં લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા માંડણ ગામે પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે

– અહીં કરજણ ડેમનું બેક વોટર આવેલું છે. જે પાણીઅહીં ચારે બાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું છે 

– વચ્ચે નાના નાના ટાપુ જેવી ટેકરીઓ ચારે બાજુ લીલાછમ ડુંગરોઆવેલા છે

– એક રૂપિયાનો ખર્ચ નહીં, કોઈ ટિકિટ નહીં કે કોઈ પાર્કિંગ ચાર્જ પણ નહીં સાવ મફત માણવા મળતું આ કુદરતી સૌંદર્ય મઢ્યું આ સ્થળ મોટા મોટા હિલ સ્ટેશનને ભુલાવે તેવું છે

– શુદ્ધ ઓક્સિજન વાળી તાજી હવા આપતી જગ્યા અને પ્રદુષણ મુક્ત, શાંત અને મનને પ્રફુલ્લિત કરે એવુ આ સ્થળ ગુજરાત ના લાખો પ્રવાસીઓની પસંદ બની ગઈ છે.

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લાનું નાંદોદ તાલુકામાં આવેલું નાનકડું ખોબા જેવડું ગામ “માંડણ” ગુજરાત અને દેશના નકશામાં પ્રખ્યાત બની ગયું છે.શા માટે જાણો છો? હા, કાશમીર ને પણ ભુલાવી દે તેવા લખલૂંટ કુદરતી સૌંદર્ય સ્થળ માટે.વરસાદી મોસમમાં લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા માંડણ ગામે પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે.

આજે અમે આપને નર્મદા જિલ્લાના લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા એવા પ્રાકૃતિક સ્થળની મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ જેને ગુજરાતના મીની કાશમીરનું બિરુદ મળ્યું છે.એ સ્થળનું નામ છે “માંડણ “. રાજપીપલાથી 20કિમિ દૂર આવેલ ચારે બાજુ પર્વતમાળાઓથી અને લીલાછમ્મ વૃક્ષોસભર કુદરતી સૌંદર્યથી છલોછલ આ પ્રાકૃતિક સ્થળ છે.. અહીં માંડણ ગામમાં ચારે બાજુ કુદરતે છુટ્ટા હાથેઅફાટ કુદરતી સૌંદર્ય વેર્યું છે. અહીં કરજણ ડેમનું બેક વોટર આવેલું છે. એનું પાણીઅહીં ચારે બાજુ પર્વતોની વચ્ચે ઘેરાયેલું છે. વચ્ચે નાના નાના ટાપુ જેવી ટેકરીઓ તથા ચારે બાજુ લીલાછમ ડુંગરો આવેલા છે.અહીં બોટિંગ પણ થાય છે.નર્મદા જિલ્લો જંગલઅને પહાડી વિસ્તારથી ઘેરાયેલો છે. ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારમાં કુદરતી રીતે “કુદરતી સૌંદર્ય” અને આહલાદક વાતાવરણ બની જાય છે. અહી આપો આપ કુદરતી ઝરણાં વહેવા માંડે છે અહીં ચારે બાજુ લીલી છમ હરિયાળી જોવા મળે છે.ચોમાસામાં તો ધરતીએ લીલી ચાદર ઓઢી હોય એવુ લાગે.

આજકાલ પ્રવાસીઓને આકર્ષવા હિલ સ્ટેશન, પ્રાકૃતિક સૌંદર્યધામ,પીકનીક પોઈન્ટ વગેરે સ્થળોનો વિકાસ કરવા સરકાર યા ખાનગી સંસ્થાઓ લાખો કરોડોનો ખર્ચ કરીને પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવા પ્રોજેક્ટ બનાવે છે. જોકે એની ટિકિટ પણ મોંઘી હોય છે. જોકે એમ છતાં પ્રવાસીઓ પરિવાર સાથે માહોલ બદલવા પીકનીક પોઇન્ટ કે પ્રવાસન સ્થળની મુલાકાત લેતા હોય છે.

કામના બોજથી થાકેલા માનસિક રીતે કંટાળી ગયેલા લોકો એવી જગ્યા શોધે જ્યાં શાંતિ હોય, પ્રફુલલિતા હોય ચારેબાજુ કુદરતી સૌંદર્ય વેરાયું હોય એવા કોઈ પ્રાકૃતિક સ્થળે જવાનું પસંદ કરે છે.

આવું જ એક કુદરતી સ્થળ છે માંડણ.માંડણ ગામનું આ સ્થળ જુવો તો કાશમીર જવાનું ભૂલી જશો. ખુદ આ સ્થળ મીની કાશ્મીરથી કમ નથી.આ એક માત્ર એવુ સ્થળ છે જેને કોઈએ ઉભું કર્યું નથી.પણ ખુદ પ્રવાસીઓએ શોધી કાઢેલું આ કુદરતી પ્રવાસન સ્થળ છે. અહીં ખુદ પ્રવાસીઓ વાહનો લઈ પરિવાર સાથે આવે છે અને પ્રવાસની મઝા માણે છે.ગામ લોકોએ બોટિંગની વ્યવસ્થા કરી રોજગારનું સાધન પણ ઉભું કર્યું છે.પ્રવાસીઓ અહીં બોટિંગની પણ મઝા માણી રહ્યા છે.માંડણ ગામનું એક માત્ર આ પ્રાકૃતિક સ્થળ પ્રવાસીઓના આગમનથી કુદરતી રીતે પીકનીક સ્પોટ બની ગયું છે. એક રૂપિયાનો ખર્ચ નહીં, કોઈ ટિકિટ નહીં કે કોઈ પાર્કિંગ ચાર્જ પણ નહીં. સાવ મફત માણવા મળતું આ કુદરતી સૌંદર્ય મઢ્યું આ સ્થળ મોટા મોટા હિલ સ્ટેશનને ભુલાવે તેવું છે. શુદ્ધ ઓક્સિજન વાળી તાજી હવા આપતી જગ્યા અને પ્રદુષણ મુક્ત, શાંત અને મનને પ્રફુલ્લિત કરે એવુ આ સ્થળ ગુજરાતના લાખો પ્રવાસીઓની પસંદ બની ગઈ છે.ત્યારે એક વાર નર્મદાના માંડણ જવાનું હવે ના ભૂલતા નહીં.

જોકે સરકાર કે વહીતંત્ર અહીં આ પ્રવસાન સ્થળનો વિકાસ કરે તો ગુજરાતનું ઉત્તમ પ્રવાસન સ્થળ બની શકે તેમ છે.અહીં રહેવા જમવાની, ચા, નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવે અને પ્રવાસીઓ માટે વધુ આકર્ષણ ઉભું કરાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજું પ્રાકૃતિક પ્રવાસન સ્થળ બની શકે તેમ છે.હાલ તો માંડણ ગામ ગુજરાત ના લાખો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે એ ચોક્કસ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!