ભરૂચના ડભોઈયાવાડના સઈદ મહેદેવીયા કોમ્પ્લેક્ષની ગેલેરી ધરાશય થતા એકને ઈજા

SHARE:

– કાટમાળ નીચે પડતા એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો 

– નીચે પાર્ક કરેલ એક ટુ વ્હીલરને પણ નુકશાન : બનાવના પગલે ફાયર પોલીસ વિભાગ ઘટના સ્થળે 

– સુરક્ષાને લઈને ગુજરાત ગેસ અને અને વીજ પુરવઠો બંધ કરાવાયો

– પાલિકાના ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્ષથી લોકોને દૂર રહેવા સૂચન કરાયું 

ભરૂચ,

ભરૂચના મોટા ડભોયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવીયા એપાર્ટમેન્ટમાં શનિવારે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.તો કાટમાળ નીચે પડતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થવા સાથે એક ટુ વ્હીલરને પણ નુકશાન થવા પામ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં આવેલા સઈદ મહેદેવીયા એપાર્ટમેન્ટમાં શનિવારે સવારે અંદાજે 11 વાગ્યાના સમયે ગેલેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.એપાર્ટમેન્ટમાં આશરે 40 જેટલા મકાનો આવેલા હોવાનું જાણવા મળ્યું છે.ગેલેરીનો ભાગ તૂટી પડતાં તેની નીચે આવેલા અનેક મકાનોને નુકસાન પહોંચ્યું હતું.ઘટનામાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. બનાવ બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગનો ભાગ જર્જરીત હાલતમાં હોવાનું સામે આવતાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સલામતીના ભાગરૂપે અન્ય મકાનધારકોને પણ એપાર્ટમેન્ટ માંથી બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નગરપાલિકા દ્વારા બિલ્ડિંગની સ્થિરતા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જ્યારે નુકસાનનું મૂલ્યાંકન અને આગળની કાર્યવાહી અંગે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!