બિરસા મુંડા યુનિવર્સીટીમાં એજયુકેટીવ કાઉન્સીલ કમીટીના નામો સામે સાંસદ મનસુખ વસાવાનો વિરોધ

SHARE:

– પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કડક શબ્દોમાં નારાજગી સાથે સાંસદે લખેલો પત્ર વાયરલ

– કમિટીમાં જિલ્લા ભાજપા પ્રમુખની પત્નીના નામ સામે વિરોધ

– જેઓનું પાર્ટીમાં તેમનું કે તેમના પરિવા૨નું કોઈ યોગદાન નથી : શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ નોલેજ નથી 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા ખાતે આવેલ બિ૨સા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આવેલી છે. જેમાં તાજેતરમાં એજયુકેટીવ કાઉન્સીલ કમીટી જાહેર કરવામાં આવી છે જેનો સાંસદ મનસુખ વસાવાએ વિરોધ વ્યક્ત. કરી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને કડક શબ્દોમાં નારાજગી સાથે પત્ર લખ્યો છે.

ખાસ તો જિલ્લા પ્રમુખના પત્નીનું નામ કમિટી માં આવ્યું છે તેની સામે વાંધો ઉઠવાતા સાંસદે જણાવ્યું છે કે જિલ્લા અધ્યક્ષના પત્ની કે જેઓનું પાર્ટીમાં તેમનું કે તેમના પરિવા૨નું કોઈ યોગદાન નથી.શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ નોલેજ નથી. આવી વ્યક્તિનું નામ કમિટીમાં નામ લેવામાં આવ્યું છે. આ બાબતે સાંસદે વિરોધ કરતાં ભરૂચ નર્મદાના ભાજપા ના રાજકારણ ગરમાયું છે.

સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં બિ૨સા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ની નર્મદા જિલ્લાને ખૂબ મોટી ભેટ આપી છે.દેશને વિકસિત ભારત બનાવવા માટે આ બિ૨સા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી ખૂબ મહત્વની સાબીત થશે. પરંતુ આજે મે જાણ્યુ એ પ્રમાણે “ એજયુકેટીવ કાઉન્સીલ કમીટી ” જે જાહેર થઈ તેમાં ધણાં બધા મહત્વના હોદ્દાઓમાં ધારાસભ્ય,સંસદસભ્યો તથા સ્થાનિક પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ને વિશ્વાસમા લીધા નથી.તેમજ ડેડીયાપાડા, સાગબારા, ચીકદા, તાલુકાઓ તથા ભરૂચ જિલ્લામાંથી આ કમિટીમાં સભ્ય ત૨ીકે કોઈને લેવામાં આવેલ નથી.જે નામો જાહેર થયા છે.તેઓનું શિક્ષણ જગત સાથે કોઈ લેવાદેવા નથી.તેવા નામો મુકવામાં

આવેલ છે અને તેમા પણ જીલ્લા પ્રમુખ નિલ રાવના “ ધર્મપત્નિ પ્રેમપ્યારી” જેઓનું નામ કમિટી સભ્યમાં મુકવામાંઆવેલ છે. જેઓનું પાર્ટીમાં તેમનું કે તેમના પરિવા૨નું કોઈ યોગદાન નથી.શિક્ષણના વહીવટી બાબતોનું પણ તેઓને કોઈ નોલેજ નથી.આજે આખી કમિટી જાહેર થયા પછી જે નામો જાણ્યાં પછી શિક્ષણ જગત સાથે જોડાયેલા ઓમાં આ બાબત નેલઈને ભારે ટીકા ટીપ્પણી થઈ રહી છે.બીજા બધાં ને પક્ષના નિયમો નડે છે.તો શું? જીલ્લા પ્રમુખ નીલ ૨ાવ અને તેમના પત્નિને આ નિયમો લાગું નથી પડતા ?નર્મદા જીલ્લા અને ભરૂચ જીલ્લામાં પાર્ટી ઉભી ક૨વામાં અમે આખી જીદંગી ખરચી નાખી અને આવામહત્વના નિર્ણય લેવામાં અમને વિશ્વાસમાં લેવામાં આવતા નથી.જે યોગ્ય નથી.આ બાબત ને લઈને આમ પ્રજામાં ભારે નારાજગી ઉભી થઈ હોવા બાબતે રોષ વ્યક્ત કરતા નર્મદા ભાજપાનું રાજકારણ ગરમાયું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!