ભરૂચની ઐતિહાસિક નાથુ થોભણ ધર્મશાળા તંત્રની નિષ્ક્રિયતા અને એનજીઓની ઉદાસીનતાના પગલે જર્જરીત અને અસામાજિક તત્ત્વોનું આશ્રય સ્થાન બન્યું

SHARE:

– જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના બેનર હેઠળ 2018 માં હેરિટેજ વોકનો અહીંથી પ્રારંભ થયો હતો : ઉદ્ઘાટનમાં સાક્ષી બનેલી આ ઈમારત થોડા સમય બાદ જર્જરીત અને અસામાજીક તત્ત્વોનું આશ્રય સ્થાન 

– મરામત કરાવી શિક્ષણને લગતી પ્રવૃત્તિ શરૂ કરવા નગર સેવક અને શિક્ષણવિદની માંગ

ભરૂચ,

ભરૂચના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને NGO ની ઉદાસીનતા કારણે ઐતિહાસિક ધરોહર અને હેરિટેજ વોકની શરૂઆત નાથુ થોભણ ધર્મશાળા ખાતેથી કરવામાં આવેલ જે આજે વોક આજે નામશેષ થવા સાથે ઐતિહાસિક ધરોહરની ઈમારત જર્જરિત બનવા સાથે અસામાજીક તત્ત્વો માટે આશ્રય સ્થાન બની છે.

ભરૂચએ પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં નર્મદા નદીના કિનારે આવેલું એક અતિપ્રાચીન અને ઐતિહાસિક શહેર છે.આ શહેર પશ્ચિમ ભારતનું સૌથી જૂનું શહેર છે અને તેનો ઈતિહાસ વર્ષો પુરાણો છે.વારાણસી (કાશી) પછી ભરૂચ ભારતનું બીજું સૌથી જૂનું સળંગ વસેલું શહેર માનવામાં આવે છે.શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં ઐતિહાસિક ધરોહર નાથુ થોભણ ધર્મશાળા આવેલી છે.

નાથુ થોભણની ધર્મશાળા વર્ષો જૂની છે જેમાં એક સમયે શિક્ષણ ચાલતું હતું જે સમય જતા બંધ થતા આ ધરોહર એકાંત વાસમાં પડી હોય તેને લોકોની નજરમાં લાવવા માટે ભરૂચના તત્કાલીન કલેકટર રવિકુમાર અરોરા દ્વારા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના બેનર હેઠળ વર્ષ 28 ઓક્ટોબર 2018 ના રોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવતા ઉદદ્ધાટન સમારોહ નાથુ ધોભણની ધર્મશાળા ખાતેથી વિવિધ એનજીઓને સાથે રાખી કરવામાં આવ્યો હતો અને દર રવિવારે હેરિટેજ વોક કરી આજની પેઢી સમજી શકે અને ઐતિહાસિક વારસો ઉજાગર થાય તે માટે વિવિધ કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી સીએસઆર ફંડ લઈ નવીનીકરણ કરવાનો નિર્ણય કરાયો હતો.પરંતુ આ વાતને 8 વર્ષનો સમય વીતી ગયા બાદ પણ આ ઐતિહાસિક ધરોહર તરફ વહીવટી તંત્ર કે એનજીઓ આજે જોવા તૈયાર નથી જેથી આ ઈમારત જર્જરિત થવા સાથે અસામાજીક તત્ત્વો માટે આશ્રય સ્થાન બની રહી છે.

ભરૂચમાં મરાઠા સમ્રાજ્ય હતું તે વખતથી આ ઈમારત અસ્તિત્વમાં છે.નાથુ થોભણ ધર્મશાળા ને કન્યા કેળવણી માટે દાનમાં આપી હતી.8 વર્ષ પહેલા શરૂ થયેલ હેરિટેજ વોકમાં શહેરના 7 કિલો મીટરમાં આવેલી 19 પ્રાચીન ઈમારતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.જેનો પ્રારંભ આ ઈમારતથી થયો હતો અને આજે આ પરિસ્થિતિ થતા દુઃખ વ્યક્ત કરવા સાથે અહીં શિક્ષણને લગતી કોઈપણ પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ થાય તેવી ભરૂચના શિક્ષણવિદ દિવ્યજીયસિંહ ઝાલાએ માંગ કરી હતી.

બીજી તરફ આ મુદ્દે પાલિકાના વિપક્ષી સભ્યો ઝુબેર પટેલ અને ઈમરાન પટેલે મુલાકાત લઈ ઐતિહાસિક ઈમારતની જાળવણી કરી તેની મરામત કરવામાં આવે અને પુનઃ શિક્ષણ માટે શરૂ કરવામાં આવે જેથી લોકોનું ભવિષ્ય બને તેવી માંગ ઉઠી છે.સાથે ભવ્ય ભરૂચની શોભામાં અભિવૃદ્ધિ થાય જો મરા મત નહીં કરવામાં આવવા તો આવનાર દિવસોમાં આંદોલનનું સ્વરૂપ લેશે તેમ જણાવ્યું હતું.

તંત્રની નિષ્ક્રિયતા અને વિવિધ એનજીઓની ઉદાસીનતાના પગલે આજે ધણી ઈતિહાસ ધરાવતી ઈમારતો જર્જરિત બની છે.ત્યારે તંત્ર એ આ ઈમારતોની મારામાત કરાવવી જરૂરી છે જેથી આવનાર પેઢી ભરૂચનો ઈતિહાસ માત્ર જાણવા માટે જ નહીં પરંતુ તેને રૂબરૂ નિહારી શકે તેવું આયોજન કરવા આગળ આવશે કે માત્ર કાગળો પર જ ભવ્ય ભરૂચ બતાવે છે તે જોવું રહ્યું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!