ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સના જથ્થાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નાશ કરાયો

SHARE:

– 2,212 કરોડ ની કિંમતના 14,447 કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો દહેજની બેઈલ કંપની ખાતે નાશ કરાયો

– ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ, સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો ઈનામની રકમ અર્પણ કરાઈ 

– નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડ બુકનું વિમોચન

ભરૂચ,

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દહેજ ખાતે 2,212 કરોડ ની કિંમતના 14,,447 કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.તો નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નશા-મુક્ત ગુજરાત’ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ બેઈલ કમ્પની ખાતે એક મોટા ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ગુજરાત પોલીસ દ્વારા જુદા-જુદા 877 ગુનાઓમાં જપ્ત કરાયેલ 2,212 કરોડ ની કિંમતના 14,447 કિ.ગ્રાથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા સાથે પોલીસ ની કામગીરી ને બિરદાવી આભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સરકારની ‘રીવોર્ડ પોલીસી’ હેઠળ.રાજ્યના મોટા કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર પોલીસ જવાનોને લાખો રૂપિયાની ઇનામની રકમ અર્પણ કરવામાં આવી હતી.તેમજ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ હેન્ડ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું દહેજની જી.એ.સી.એલ કંપની હોલ ખાતે આયોજિત કાર્યક્રમ માં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરી હતી.આ ઉપરાંત રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ ને વધુ સઘન કામગીરીનો ચિતાર આપ્યો હતો જામીન પર છૂટેલા નાર્કોટિક્સના આરોપીઓ પર પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી હોવાનું કહ્યુ હતુ.

આ પ્રસંગે રાજ્ય પોલીસ મહા નિર્દેશક, જી.એસ.મલિક આઈ.જી.સહિત અન્ય રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!