થવા ગામના બીડમાં ચાલતા જુગારધામ પર પોલીસની રેડમાં ૨ ઝડપાયા ૯ ફરાર : ૧૩૦૦ નો મુદ્દામાલ જપ્ત

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ થવા આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહીબીશન જુગાર ની વોચ તપાસમાં ખાનગી વાહન મારફત હતા.તે સમય દરમ્યાન ચોકસ બાતમીદાર બાતમી મળેલ કે બેડાકંપની (થવા) પાસે રોડપર આવેલ એક ઈંડાની લારી પાછળ આવેલ ખુલ્લા બીડમાં કેટલાક ઈસમો ભેગા મળી પતાપાનનો જુગાર હારજીતનો રમી રમાડી રહ્યા છે.જે બાતમી હકીકત મુજબ રેડ કરાતા જુગાર રમતા બે ઇસમો ઝડપાયેલ જયારે બાકીના પોલીસને ચકમો આપી ફરાર થઈ ગએલ ઝડપાયેલામાં (૧) સંજય રણછોડ પટેલ ઉ.વ.૫૨ (૨) રાહુલ દામજી વસાવા ઉ.વ.૨૬ બંન્ને (રહે,થવા તા,નેત્રંગ જી,ભરૂચ) અંગઝડતીના રૂ.૬૯૦ દાવ પર ના રૂ.૬૧૦ મળી કુલ્લે રૂ.૧૩૦૦ નો મુદામાલ જપ્ત કરી પોલીસને ચકમો આપી ફરાર થયેલાઓમાં (૧) હરેશ ધર્મેન્દ્ર વસાવા (૨) અજય મહેન્દ્ર વસાવા (૩) વિજય સુકલાલ વસાવા (૪) શત્રુગન સુકલાલ વસાવા (૫) કૌશિક રમણ વસાવા (૬) અરૂણ ધર્મેન્દ્ર વસાવા (૭) જીતેન્દ્ર નટવર વસાવા (૮) પરેશ રતિલાલ વસાવા (તમામ રહે,બેડાકંપની (થવા) તા.નેત્રંગ જી.ભરૂચ) (૯) રાકેશ વસાવા (રહે,ખાબજી તા.ડેડીયાપાડા જી.નર્મદા) તમામને વોન્ટેડ જાહેર કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!