ઐતિહાસિક રાજપીપલા હરસિધ્ધિ માતા મંદિર પરિસરમાં દાન પેટીની ચોરી

SHARE:

– CCTV કેમરામાં ચોર દેખાયો : કોટ કૂદીને અજાણ્યો ચોર દાન પેટી તોડીને રોકડ રકમ લઈ ફરાર થતા ભક્તોમાં રોષ 

– પોલીસ ફરિયાદ કરાઈ : મંદિર પરિસરમાં કોઈ ગનમેન કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરીના બનાવો બને છે

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલ આશરે 425 વર્ષ જૂના ઐતિહાસિક હરસિધ્ધિ માતા મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવી છે.અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતાં ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાજપીપળા ખાતે આવેલા 425વર્ષ જૂના હરસિધ્ધિ મંદિર પરિસરમાં મધરાત્રી દરમિયાન અજાણ્યો શખ્સ મંદિરના વિકાસ માટે તોડી પાડવામાં આવેલા મકાનોની દીવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે મંદિર પરિસરમાં મુકેલી દાનપેટી તોડી તેમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.CCTV ફૂટેજના આધારે પોલીસ અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરી રહી છે.સ્થાનિક ભક્તોનો આક્ષેપ છે કે મંદિર પરિસરમાં કોઈ ગનમેન કે સુરક્ષા વ્યવસ્થા ન હોવાથી વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે.ભક્તોએ મંદિર પરિસરમાં કાયમી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

હાલ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.રાજપીપળાના આ ઐતિહાસિક મંદિર પરિસરમાં થયેલી ચોરીની ઘટનાએ ભક્તોમાં ચિંતા અને રોષ બંને ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આરોપીને કેટલા સમયમાં ઝડપી પાડે છે અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા ક્યારે મજબૂત બનાવવામાં આવે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!