– સ્થાનિક દુકાનદારે પાટા પિંડી કરી ગાયની સેવા સુશ્રુષા કરી
ભરૂચ,
આમોદના ચાર રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે ગાયને ટકર મારતા ગાયના પગમાં ભયંકર ઈજા પહોંચી હતી.જેથી ગાય ભયંકર યાતનાઓ સહાન કરતી રસ્તા ઉપર જ કણસતી નજરે પડી હતી.ગાયને ટક્કર વાગી તે સમયે તેનું નાનું વાછરડું પણ તેની સાથે હતું.જેથી અજાણ્યા વાહન ચાલક સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.ત્યારે ગાયને દુઃખથી કણસતી હાલતમાં જોઈને સ્થાનિક દુકાનદારે ત્વરિત માનવતા દાખવી ઈજાગ્રસ્ત ગાયની પ્રાથમિક સેવા-સુશ્રુષા કરી હતી.આ દરમ્યાન ગાયના માલિકને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના સહકારથી દર્દથી કણસતી ગાયને ટેમ્પોમાં બેસાડીને તાત્કાલિક ધોરણે નજીકની પશુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી.ત્યારે આમોદ પાલિકા તંત્ર પણ વહેલી તકે રખડતા પશુઓને ઢોર ડબ્બામાં પૂરે તેવી માંગ ઉઠવા પામી હતી.




