જંબુસરના કાવી ગામમાં યુરીયા ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે રોષ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના કાવી ગામમાં યુરીયા ખાતર લેવા માટે કાવી તેમજ આજુબાજુના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ભર ચોમાસાની ઋતુ દરમ્યાન યુરીયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાવી જીન વિસ્તારમાં યુરીયા ખાતર મેળવવા માટે ચાલુ વરસાદ વચ્ચે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી.અનેક ખેડૂતોનું કહેવું છે કે તેઓ વહેલી સવારથી લાઈનમાં ઉભા રહ્યા હોવા છતાં તેમના ભાગે યુરીયા ખાતર આવ્યું નથી.જેના કારણે ઘણા ખેડૂતોને નિરાશ થઈ ખાતર વિના જ પરત ફરવું પડ્યું હતું.

આજુબાજુના ગામોમાંથી આવેલા ખેડૂતોને પણ યુરીયા ખાતર ન મળતા તેઓમાં અસંતોષ જોવા મળ્યો હતો.

ખેડૂતોના જણાવ્યા અનુસાર કાવી ગામ મોટું વસ્તી ધરાવતું ગામ હોવાથી અહીં વધુ પ્રમાણમાં યુરીયા ખાતરનો સ્ટોક ફાળવવામાં આવે તો તમામ ખેડૂતોને સમયસર ખાતર મળી રહે અને ખેતીના પાકને જરૂરી પોષણ મળી શકે.

ખેડૂતોએ સંબંધિત તંત્રને વહેલી તકે પૂરતા પ્રમાણમાં યુરીયા ખાતર ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોને હાલાકી માંથી રાહત આપવા માંગ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!