કરજણ ડેમના 5 ગેટ ખોલાતા હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ડેડીયાપાડા સાગબારામાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ ચાલુ રહેતા કરજણ ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.

ભરૂચ – નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમમાં પાણીની આવકમાં વધારો થવા પામેલ છે. હાલમાં કરજણ ડેમનું લેવલ 104.95 મીટર અને પાણીની આવક 92993 ક્યુસેક્સ છે. જેથી રુલ લેવલ(106.31 મીટર) જાળવવા બપોરે કરજણ ડેમના 5 ગેટ્સ ખોલી એમાથી આશરે 30,000 ક્યુસેકસ પાણી તબક્કાવાર રીતે કરજણ નદીમાં છોડાવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. કરજણ ડેમ 56% જેટલો ભરાયો છે.

કરજણ ડેમના ઉપરવાસ માંથી પાણીની આવકમાં વધારો થતા રુલ લેવલ જાળવવા માટે બપોરે પહેલા કુલ 4 ગેટ નં. 2,4,5,6 (2.60 મીટર) ખોલવામાં આવ્યા હતા.જેમાં વધુ એક ગેટનો પાછળથી વધારો કરાતા બપોરે 2કલાકે ગેટ નં. 5 (2.60 મીટર ) ખોલવામાં આવતા હાલ કુલ 5 ગેટ ગેટ નં. 2,3,4,5,6(2.60 મીટર) ખુલ્લા કરવામાં આવેલ છે.આમ હવે કરજણ ડેમના હેઠવાસમાં આશરે 43,110 ક્યુસેક્સ પાણીની જાવક થઈ રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!