નેત્રંગમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગની ત્વરિત કામગીરી : નવી વસાહત વિસ્તારમાં સર્વેલન્સ અને આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરાઈ

SHARE:

– નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉતરતા જ રોગચાળો અટકાવવા નેત્રંગ આરોગ્ય ટીમ દ્વારા ઘરોઘર મુલાકાત

– તાવ અને શરદી-ઉધરસના દર્દીઓની તપાસ, ORS અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું

– વિદ્યાદીપ સ્કૂલના બાળકોને આરોગ્ય શિક્ષણ અપાયું; પીવાના પાણીના કૂવાનું ક્લોરીનેશન હાથ ધરાયું

ભરૂચ,

છેલ્લા ૨-૩ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નવી વસાહત વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા.નેત્રંગ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. પાણી ભરાવાને કારણે પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે આજે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.નેત્રંગ આરોગ્ય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના ઘરોની રૂબરૂ મુલાકાત લઈને તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ અને તપાસ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમ્યાન જરૂરિયાતમંદ નાગરિકોને ORS ના પેકેટ્સ તેમજ પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ગોળીઓ (Tablets) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

રોગચાળા સામે રક્ષણ મેળવવા માટે સ્થાનિક લોકોને ઉકાળેલું પાણી પીવું, વારંવાર સાબુથી હાથ ધોવા, ખુલ્લો ખોરાક ન ખાવો અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવી રાખવા અંગેનું આરોગ્ય શિક્ષણ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આરોગ્ય ટીમ દ્વારા નવી વસાહત ખાતે આવેલી વિધાદીપ સ્કૂલની મુલાકાત લઈને બાળકોને સ્વચ્છતા અને વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. તેમજ વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોત એવા કૂવાઓનું ક્લોરીનેશન કરીને પાણીને જંતુમુક્ત કરવાની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!