રાજપીપલા ખાતે રેન્જ આઈજીએ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ અને વરસાદ પૂરની સ્થિતિનું મોનીટરીંગ કર્યું

SHARE:

– નર્મદા,ભરૂચ,છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વધુ વરસાદ પૂરની સ્થિતિની આઈજી સંદીપસિંગે મોનીટરીંગ કર્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

વડોદરા રેન્જ આઈ.જી સંદીપસીંગ નર્મદાની મુલાકાતે આવ્યા હતા.નર્મદા જીલ્લા પોલીસના ઈસ્પેક્શનમાં રાજપીપળા આવ્યા હતા.ત્યારે તેમણે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની પણ ખાસ મુલાકાત લીધી હતી અને વરસાદ પૂરની સ્થિતિનું મોનીટરીંગ કર્યું હતું. આં પ્રસંગે આઈજી સંદીપસિંહે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં વધુ વરસાદની વાત કરતા જણાવ્યું હતું કે હાલ ભારે વરસાદને લઈને પોલીસ NDRF અને SDRF ની ટીમ સાથે ખડેપગે કામગીરી કરી રહી છે.

રેન્જ આઈજી સંદીપસિંગે વધુમાં કહ્યું કે કીમ નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થતા 255 જેટલા હાંસોટના લોકોને સ્થળાંતર કર્યાછે.વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર માં 11 રૂટ ડાઈવર્ટ કરવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સાથે સતત સંકલન કરી કામગીરી કરવામાં આવી રહી છે.હજુ પણ આગાહી ને પગલે પાણી પોલીસ વરસાદી પાણી અને પૂર ની પરિસ્થિતિ જ્યાં જ્યાં હશે ત્યાં પોલીસ ખડે પગે કામગીરી કરશે એવી વાત આઈજીએ કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!