ભરૂચ જિલ્લામાં ૧ ઓગસ્ટથી “FFS” એપ્લિકેશનથી ખાતરનું પ્રી-બુકિંગ શરૂ : ખેડૂતોને સરળતાથી અને પારદર્શક રીતે ખાતર મળશે

SHARE:

– ભરૂચ જિલ્લામાં ટૂંક સમયમાં FFS – Framework For Fertilizer Sale નો પ્રારંભ 

ભરૂચ,

ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર FFS – Framework For Fertilizer Sale (FFS) એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.આ એપ્લિકેશન દ્વારા ખેડૂતો રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/ સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલાં મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે.જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે.

ઉપરોક્ત સિસ્ટમની અમલવારી આગામી તા.૦૧/૦૮/૨૦૨૬ નાં રોજથી ભરૂચ જિલ્લામાં શરૂ થનાર છે.આ નવી ડિજિટલ વ્યવસ્થા દ્વારા ખાતર વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, અનઆવશ્યક ભીડમાં ઘટાડો થશે તેમજ ખેડૂતોને સમયસર ખાતર ઉપલબ્ધ કરવામાં સહાય મળશે. જેથી જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ આ નવી વ્યવસ્થા અંગે માહિતી મેળવી તેનો વધુમાં વધુ લાભ મેળવે તથા આગામી સમયમાં શરૂ થનારી Pre-booking સુવિધાનો ઉપયોગ કરવા માહિતગાર રહે.જિલ્લાના ખાતર વિક્રેતાઓ, સહકારી મંડળીઓ તથા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન અને સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુ માહિતી માટે નજીકની તાલુકાના મદદનીશ ખેતી નિયામકશ્રી કચેરી તથા નાયબ ખેતી નિયામક કચેરીનો સંપર્ક કરવા તેમ નાયબ ખેતી નિયામક કચેરી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!