– સાફ સફાઈ, કચરાના નિકાલ,જંતુનાશક દવાઓના છંટકાવ અને દવા વિતરણની કામગીરી પૂરજોશમાં
ભરૂચ,
ભરૂચમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ભરૂચનગર પાલિકાના સફાઈકર્મીઓ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ સરકારે ‘સેફ્ટી ફર્સ્ટ’ ના ધ્યેય સાથે સ્વચ્છતા દૂતોએ સ્વચ્છતા ઝુંબેશ આદરી છે.સાથે જ વિવિધ ટીમો સાફ સફાઈ, કચરાના નિકાલ,જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી કરી રહી છે,જેથી પૂર બાદ રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
ધોધમાર વરસાદની સાથે શહેરના ઘણા વિસ્તારોમાં કચરો ભરાઈ જવાના કારણે પાણી ભરાવાની (વોટર લોગિંગની) સમસ્યા સર્જાઈ હતી.તેવા સ્થળોની ઓળખ કરીને ત્યાં મશીનરી દ્વારા ત્વરિત કચરો સાફ કરવામાં આવ્યો હતો અને પાણીનો નિકાલ કરાયો હતો.




