ઝઘડિયાના અવિધા ગામે ખાડીમાં આવેલા વરસાદી પાણીના ભારે પ્રવાહમાં યુવક તણાયો

SHARE:

– કુદરતી હાજર તે જવા નીકળેલો યુવક ભૂંડવા ખાડીના પૂરમાં તણાયો હતો

(જયશીલ પટેલ, ઝઘડીયા)

ગતરોજ ઝઘડિયા તાલુકા સહિત ના ઉપરવાસના વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ ખાબક્યો હતો.જેના પગલે ઝઘડિયા રાજપારડી અવિધા વચ્ચેથી પસાર થતી ભૂંડવા ખાડીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણીની આવક જોવા મળી હતી, આ સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રહેતા સુનિલ સુખદેવભાઈ વસાવા ખાડી કિનારે કુદરતી હાજતે ગયો હતો, તે સમય દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા સુનિલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.તે દરમ્યાન સ્થાનિકોએ તેની શોધખોળ કરતા તે મળી આવ્યો ન હતો.ઘટના સંદર્ભે અવિધાના કમલેશ હીરાભાઈ વસાવા નાઓએ રાજપારડી પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.આ લખાય છે ત્યાં સુધી હજી સુધી પાણીના પ્રવાહમાં તણાયેલા સુનિલ વસાવાની કોઈ ભાળ મળી નથી. અત્રે ઉલ્લેખની એ છે કે ગત વર્ષે પણ ચોમાસા દરમિયાન ખાડી કિનારે ઢોર ચરાવતો હતો તે દરમિયાન ખાડીના પાણી વધતા તેના પ્રવાહમાં તણાયો હતો બાદમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!