– ધર્મ સુરક્ષિત નથી રહ્યો, સમાજ સુરક્ષિત નથી રહ્યો ગૌ સંસ્કૃતિ સુરક્ષિત નથી રહી : હિન્દુ સંગઠન
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લા કલેકટર આજરોજ નર્મદા જિલ્લા સંત સમિતિ હિન્દુ સંગઠનો દ્વારા ગૌરક્ષા માટે ગૌમાતા ને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવા હેતુ પ્રધાનમંત્રી ,રાષ્ટ્રપતિ,મુખ્યમંત્રી રાજ્યપાલ ને સંબોધન કરીને આવેદન પત્ર આપ્યું હતું.
જેમાં ગૌરક્ષા સમગ્ર દેશમાં વિશાળ સમાજને ભરોસો અને વિશ્વાસ હતો અમારી સરકાર ગૌ સંસ્કૃતિનું રક્ષણ કરશે જે હેતુ છે સમાજના આશીર્વાદથી સરકારનું અસ્તિત્વ છે પરંતુ સરકાર સમાજ સાથે વિશ્વાસઘાત થઈ રહ્યો હોય એવું હિન્દુ સંગઠનો માની રહ્યા છે સમગ્ર ભારતમાં તે જ ગતિથી ગૌધન નું કતલ થઈ રહ્યું છે. ત્યારે સમગ્ર ભારતના હિન્દુઓ હિન્દુ સંગઠનો ખૂબ જ નારાજ છે. ધર્મ સુરક્ષિત નથી રહ્યો સમાજ સુરક્ષિત નથી રહ્યો ગૌ સંસ્કૃતિ સુરક્ષિત નથી રહી જે ખૂબ જ દુઃખની વાત છે ત્યારે સરકાર પોતાનું નૈતિક કર્તવ્ય નિભાવા સદંતર નિષ્ફળ રહી હોય તેવું હિંદુ સંગઠનો માની રહ્યા છે વારંવાર ગૌરક્ષા માટે અનેક આંદોલનો થયા છે સરકાર ગૌરક્ષા માટે બની હતી પરંતુ આજે ગૌ સંસ્કૃતિને બચાવવા માટે સાધુ સંતો હિન્દુ સંગઠનો સમગ્ર ભારતમાં બુલંદ માંગ કરી રહ્યા છે ગૌરક્ષા કાયદો બનાવવામાં આવે એવી માંગ કરી હતી.




