ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચના સંત સમાજ અને ગૌભક્તો દ્વારા આવેદન

SHARE:

ભરૂચ,

દેશવ્યાપી ‘ગૌ સન્માન આહ્વાન અભિયાન’ અંતર્ગત દેશી ગૌવંશની સંપૂર્ણ સુરક્ષા,ગૌસેવા અને ગૌપાલનને પ્રોત્સાહન આપવા તેમજ ગૌમાતાને રાષ્ટ્રીય સન્માન આપવા માટે કેન્દ્રીય કાયદો બનાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી સંત સમાજ અને ગૌભક્તો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગૌભક્તો અને સ્થાનિક નાગરિકો એ પાઠવેલા આવેદનપત્રમાં ગૌવંશની સુરક્ષા માટે દેશવ્યાપી નીતિ ઘડવાની માંગ કરી હતી.આ ઉપરાંત ગૌપાલનને પ્રોત્સાહન આપવા માટે અલગ ‘ગૌપાલન મંત્રાલય’ની સ્થાપના કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

અભિયાનના આયોજકોના જણાવ્યા મુજબ,અગાઉ 27 એપ્રિલ 2026ના રોજ દેશની 5,100થી વધુ તાલુકાઓમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને 5 કરોડથી વધુ નાગરિકોના હસ્તાક્ષર સાથે ગૌસેવા અને ગૌસુરક્ષા અંગે સરકારને પ્રાર્થનાપત્ર પાઠવવામાં આવ્યું હતું.જોકે,આ મુદ્દે સંતોષકારક કાર્યવાહી ન થતાં આજે 27 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

જેના ભાગરૂપે ભરૂચમાં પણ ગૌભક્તોએ મોટી સંખ્યામાં સ્વરૂપે ગૌમાતાના સન્માન, ગૌવંશની સુરક્ષા અને ગૌઆધારિત ખેતી-પશુપાલનને પ્રોત્સાહન આપવા પાંજરાપોળથી રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી.

આ અંગે સાધુ-સંતોએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં ગૌમાતાનું અનન્ય સ્થાન છે. ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવા અને ગૌઆધારિત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે માત્ર ભાવનાત્મક અપીલ નહીં, પરંતુ વ્યવહારુ અને કાયદાકીય પગલાં જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!