છોટાઉદેપુર,
નસવાડીના માથાઝુલધની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાના કારણે બાળકો ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
નસવાડી તાલુકાના છેવાડે આવેલું છ.જ્યાં આશરે ૩૦૦ લોકોની વસ્તીમાં આદિવાસી સમાજના લોકો રહે છે.આ ગામમાં ધોરણ ૧ થી પ સુધીની પ્રાથમિક શાળામાં ૨૩ જેટલા બાળકો અભ્યાસ કરે છે.આ શાળાના ઓરડાની દિવાલો જર્જરિત હોવાથી અને છતમાંથી પાણી ટપકતું હોવાથી શાળામાં અભ્યાસ કરી ન શકતા વરસાદ પડે તો બાળકોને ક્યાં બેસાડવાં તે પણ એક પ્રશ્નો છે.જેના <span;>કારણે બાળકોને અંદર બેસાડવા અત્યંત જોખમ ઉભું થતા બાળકોને હાલ શાળાના મેદાનમાં બેસાડીને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું છે.
આ પરિસ્થિતિ તંત્ર દ્વારા આદિવાસી બાળકોને પ્રાથમિક શાળાની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા દર્શાવે છે.જેને લઈ આદિવાસી સમાજના આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ આ મામલાને સોશ્યલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને ઉજાગર કયો છે અને તંત્રની બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે.તેઓ મુજબ આદિવાસી વિસ્તારોમાં વર્ષો થી પ્રાથમિક શાળાઓના ઓરડા બનાવવાના કામમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને માથાઝુલધની શાળાની હાલત તેનું જીવંત ઉદાહરણ છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની અને બાળકો માટે સુરક્ષિત અભ્યાસ વાતાવરણ સુનિશ્ચિત કરવાની તાતી જરૂર છે.
હાલ તો આદિવાસી બાળકો ‘ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે.વિકાસીત ગુજરાતમાં આજેપણ બાળકો શિક્ષણની સારી સુવિધા માટે ઝઝુમી રહ્યા છે. ત્યારે સરકાર નવા ઓરડા બનાવી આપે અથવા શાળાના ઓરડા રીપેર કરી આપે તેવી માંગ ઉઠી છે.




