– સાગબારા તાલુકામાં જંગલની જમીન પરના ખેડાણના મુદ્દે ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો
– ખોપી, હલગામ પાડી સહિતના ગામોના ગ્રામજનો અને વન વિભાગ આમને-સામને આવી ગયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકાના ખોપી, હલગામ પાડી સહિતના વિસ્તારોમાં જંગલની જમીન પરના ખેડાણનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે.આ મુદ્દે અનેક રાજકીય પક્ષો અને આગેવાનો પણ સક્રિય બન્યા છે.
સાંસદના આહ્વાન બાદ ગ્રામજનો વર્ષોથી ખેડાણ કરતા હોવાનો દાવો સાથે ખેતરોમાં પહોંચ્યા હતા.જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ખેડાણ શરૂ થવા દીધું નહોતું.
વન વિભાગ દ્વારા ખેડાણ રોકાતા આગેવાન લીલાબેન સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને વન વિભાગ સામે સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો.હાલ સમગ્ર મામલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વન વિભાગ અને ગ્રામજનો વચ્ચેનો આ વિવાદ હજુ યથાવત રહ્યો છે.




