ભરૂચની 22 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરનાર મહારાષ્ટ્રના મદ્રેસા સંચાલકની ધરપકડ કરતી પોલીસ

SHARE:

– પોલીસે કોર્ટમાં રજુ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ : પોલીસે વધુ તપાસ હાથધરી

ભરૂચ,

ધર્મનું શિક્ષણ અને કોલેજનો સમગ્ર ખર્ચ ઉઠાવવાની લાલચ આપી ભરૂચની 22 વર્ષીય યુવતીને વિશ્વાસમાં લઈને તેની સાથે દુષ્કર્મ આચરવા ખોટા નિકાહનામાની ધમકી આપી બ્લેકમેઈલ કરવાના ગંભીર આરોપસર ભરૂચ પોલીસે મહારાષ્ટ્રના મદ્રેસા 55 વર્ષીય સંચાલકની ધરપકડ કરી છે.આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનના નોધાયેલી ફરિયાદ મુજબ, મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત “અંજુમને તકદીરૂનીશા અલ ઇસ્લામીયા લીલ બનાત” મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક 55 વર્ષીય મુફ્તી અલાઉદીન અબ્દુલ ગફ્ફાર અન્સારી સામે ગુનો નોંધાયો હતો.ફરિયાદ અનુસાર આરોપીએ ભોગ બનનારના ભાઈ જે ત્યાં અભ્યાસ કરતો હોય તેના મોબાઈલમાં યુવતીના ફોટા જોયા બાદ તેના પર નજર બગાડી હતી અને શરીર સંબંધ બાંધવાનું કાવતરું રચ્યું હતું.

આરોપીએ મુંબઈથી ભરૂચ આવી તેના પરિવાર સાથે આત્મીયતા કેળવી પિતાને તેમની યુવતીના ધાર્મિક શિક્ષણથી લઈને કોલેજના અભ્યાસ સુધીનો તમામ ખર્ચ પોતે ઉઠાવવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા.ત્યારબાદ યુવતીને ભરૂચથી મુંબઈ મદ્રેસામાં અભ્યાસ માટે મોકલાવવામાં આવી હતી.ત્યાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે.જેમાં તેને બે વખતે ગર્ભ રહી જતા આરોપીએ ગોળીઓ આપી ગર્ભ પણ પડાવ્યો હોવાનું પણ જણાવા મળ્યું છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે યુવતી તેની હરકતોથી કંટાળી જતા ભરૂચ આવી ગઈ હતી.જોકે બાદમાં આરોપી યુવતીને ફોન ઉપર અને ભરૂચ આવી પોતાની સાથે આવવા દબાણ કરતો હતો. યુવતીએ ઇનકાર કરતાં તેની પાસે નિકાહનામું હોવાનું કહી ખોટા નિકાહનામાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવતીના ફોટા વાયરલ કરી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેથી યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના માતાપિતાને કરતા આરોપી મુફ્તીનો ભાંડો ફૂટ્યો હતો.આ ગંભીર ગુના અંગે મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ વૈશાલી આહીરના માર્ગદર્શનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.જોકે ફરિયાદ નોંધ્યા બાદ વધુ તપાસ શહેર એ ડિવિઝન પોલીસ મથકને સોંપવામાં આવી હતી.જેના પીઆઈ આર.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી હતી.પોલીસે આરોપીને મુંબઈથી ઝડપી પાડી ગુજરાત લાવી ભરૂચ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.હાલ એ ડિવિઝન પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!