(જયશીલ પટેલ, ઝઘડીયા)
ઝઘડિયા ડીવીઝન માં સમાવેશ છ પોલીસ મથકમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો ઝઘડિયા જીઆઈડીસીમાં નાશ કરવામાં આવ્યો હતો.
એએસપી અજય કુમાર મીણા, ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર અને વિવિધ પોલીસ મથકના પોલીસ ની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરાઈ હતી.ઝઘડિયા, ઝઘડિયા જીઆઇડીસી, રાજપારડી, ઉમલ્લા,વાલિયા અને નેત્રંગ મળી કુલ છ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનાઓ માં પકડાયેલા દારૂ નો નાશ કરાયો હતો. વિવિધ પોલીસ મથકોમાં ૯૧ જેટલા ગુનામાં પકડાયેલી કુલ ૧૪,૦૯૨ નાની-મોટી દારૂની બોટલો તેમજ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નષ્ટ કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ૩૬,૨૭,૯૧૭ હોવાનું જણાવાયું હતું.




