IMDની ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક : શાળાઓમાં રજા

SHARE:

– કલેકટર ગંગાસિંઘે વીડિયો કોન્ફરન્સ યોજી અધિકારીઓને આપ્યા જરૂરી માર્ગદર્શન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની આગાહી અનુસાર રાજ્યમાં આગામી તા.૩૧મી જુલાઈના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે તેમજ કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા નર્મદા જિલ્લમાં ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે.

નર્મદા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમય દરમિયાન પવનનો વેગ વધુ રહેવાની શકયતાઓ રહેલી છે. જેથી નાગરિકોએ તકેદારીના પગલાઓ લેવા અનુરોધ કરવામાં આવે છે.

નર્મદા જિલ્લામાંઅતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાન રાખી કલેક્ટર ગંગા સિંહે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાંતા . 31/07/2026ના રોજ રજા જાહેર કરી છે.

આ આગાહીને ધ્યાને લઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટરશગંગાસિંઘના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, રાજપીપળા ખાતેથી વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કક્ષાના સંબંધિત અધિકારીઓ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ ડિઝાસ્ટર લાયઝન અધિકારીશઓ જોડાયા હતા.

જિલ્લા કલેકટરે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારે વરસાદ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખી ગામડાં સુધી સમયસર ચેતવણીના સંદેશાઓ પહોંચે તે સુનિશ્ચિત કરવું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા, સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા, જરૂરિયાત મુજબ લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા રાખવા તેમજ આરોગ્ય વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા સૂચનાઓ આપવામાં આવી હતી.તેમણે સ્થાનિક સ્તરે ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રી, સરપંચ તથા અન્ય જનપ્રતિનિધિઓ સાથે સંકલન સાધી વરસાદ અંગેની જરૂરી માહિતી અને સાવચેતીના સંદેશાઓ લોકો સુધી ઝડપથી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો.આગામી ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને આગામી સૂચના સુધી મુખ્ય મથક (હેડક્વાર્ટર) ન છોડવા તથા સતત સતર્ક રહી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!