વરસાદના રેડ એલર્ટને લઈને ભરૂચ જીલ્લાની શાળામાં આવતી કાલે રજા જાહેર

SHARE:

– ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાઈ રજા

કલેકટરના આદેશને પગલે DEO દ્વારા જાહેર કરાયો પરિપત્ર

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટર ડૉ.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ તેમજ કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.જિલ્લાના પાણી ભરાવાની શક્યતા ધરાવતા 83 જેટલા ગામો અને વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત તમામ વિભાગોના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને સતત સતર્ક રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.જિલ્લા કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણેએ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!