આમોદમાં હાફેજી મિત્રએ વિશ્વાસઘાત કરી ૧૨.૫૬ લાખની ઓનલાઈન છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ

SHARE:

– ૨૪ વર્ષના હાફેજી મિત્રએ ૪૫ વર્ષના મિત્ર સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો

ભરૂચ,

આમોદમાં મિત્રતાના વિશ્વાસનો ભંગ કરી અનાજ કરિયાણાની દુકાન ધરાવતા વેપારી સાથે ઓનલાઈન માધ્યમથી લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.સમગ્ર મામલે આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

આમોદના પુરસા રોડ સ્થિત શીફા રેસીડેન્સીમાં રહેતા જાવીદભાઈ યુસુફભાઈ ઘાંચી ઉ.વ.૪૫ અનાજ અનાજ કરિયાણાની દુકાન ધરાવી તેમનું તથા પરિવારનું જીવન ગુજરાન ચલાવે હતા.તેમની બાજુમાં જ રહેતા મહમદસઅદ મહમદહનીફ પટેલ ઉ.વ.૨૪ રહે.શીફા રેસીડેન્સી, પુરસા રોડ, આમોદ સાથે છેલ્લા દોઢેક વર્ષથી મિત્રતાના સંબંધો હતા.

આ દરમિયાન આરોપી અવારનવાર ફરિયાદીની દુકાને આવતો અને વિશ્વાસ કેળવી ફરિયાદીનો મોબાઇલ ફોન પોતાના ઉપયોગ માટે લેતો હતો. તેમજ મહંમદસઅદ પોતે હાફિજી થયેલો હોય તેની ઉપર વિશ્વાસ હોવાથી આ વિશ્વાસનો લાભ લઈ આરોપીએ જાવિદ ઘાંચીની જાણ બહાર તેના મોબાઈલ ફોન માંથી યુપીઆઈ (UPI) સહિત ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને તેના બેંક ખાતાઓમાંથી તબક્કાવાર નાણાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.તેમજ

મહમદસઅદ પટેલે જાવિદ ઘાંચીના બેંક ખાતામાંથી તેની માતા ફાતીમાબેન તેના પિતા મહમદહનીફના ખાતામાં તેમજ સુહાના ટેક્સટાઇલ, નેક્સ્ટ બિલિયન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ, ગ્રો ઇન્વેસ્ટ ટેક પ્રાઇવેટ લિમિટેડ અને એન્જલ વન લિમિટેડના ખાતાઓમાં પણ રકમ ટ્રાન્સફર કરી હતી. જાવિદ ઘાંચીના બે અલગ-અલગ બેંક ખાતાઓમાંથી કુલ રૂ.૧૨,૫૬,૮૭૬ ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી મિત્ર તરીકે વિશ્વાસઘાત કરી ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી છેતરપિંડી આચરી હતી.જેથી જાવિદ ઘાંચીએ આમોદ પોલીસ મથકે છેતરપિંડી સહિત આઇટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી આમોદ પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન,ડિજિટલ પુરાવા તેમજ નાણાંના વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!