કંગના રનૌતના નિવેદન સામે ભરૂચ મહિલા કોંગ્રેસનો વિરોધ : પાંચબત્તી ખાતે દેખાવો કરી માફીની ઉઠાવી માંગ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદ કંગના રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે કંગના રનૌત વિરુદ્ધ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.

મહિલા કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા અનુસાર, દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા યુવાઓ અંગે કંગના રનૌતે કરેલી અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. આવા નિવેદનથી માત્ર યુવાઓ જ નહીં પરંતુ તેમના માતા-પિતાની લાગણી પણ દુભાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસે કંગના રનૌત જાહેરમાં બિનશરતી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી. કાર્યકરોએ શરમ કરો… શરમ કરો…ના નારા સાથે કંગના રનૌત વિરુદ્ધ આકરા સૂત્રોચ્ચાર કર્યા હતા.આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!