જંબુસરના કાવી ગામમાં દિવાલ ધરાશાય : સદ્દનસીબે જાનહાનિ ટળી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારની માલજીવાલા ખડકીમાં આજે યુસુફ હાસીમ માલજીવાલાના ઘરનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે જંબુસર તાલુકાના કાવી ગામમાં બંધ મકાનની દિવાલ ધરાશય થઈ હતી.હાલમાં આ મકાનમાં કોઈ રહેતું ન હોતું.માત્ર ઘરનો ઉપયોગ ઘરવખરી તેમજ ખાવા-પીવાની વસ્તુઓ રાખવા માટે કરવામાં આવતો હતો.જેથી કોઈ દુર્ઘટના થઈ ન હતી.દિવાલ તૂટી પડતાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, પરંતુ સદ્દનસીબે ઘટનાના સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.સરપંચ તેમજ તલાટીને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ને ઘર માલીકની મુલાકાત લીધી હતી.આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ચિંતાનો માહોલ સર્જાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!