નર્મદા જિલ્લામાં શ્રીકાર વર્ષા : પાંચ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ

SHARE:

– સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં 144 મિલીમીટર એટલે કે છ ઈંચ વરસાદ ઝીંકાયો

(જયશીલ પટેલ,રાજપીપલા)

નર્મદા જિલ્લામાં સતત સવારથી જ શ્રીકાર વર્ષાથઈ રહી હતી નર્મદાના પાંચ તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છે.સૌથી વધુ વરસાદ સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં તાલુકામાં 144 મિલીમીટર એટલે કે છ ઇંચ વરસાદ ઝીંકાયો છે.

નર્મદા જિલ્લાના વરસાદના છેલ્લા આંકડા જોઈએ તો તિલકવાડા તાલુકામાં 118 મિલી (પોણા 6 ઈંચ) વરસાદ થયો છે.જયારે નાંદોદ તાલુકામાં 117 મિલી પોણા છ ઈંચ વરસાદ થયો છે.જયારે ડેડીયાપાડા તાલુકામાં 110 મિલી (5.5 ઈંચ) વરસાદ, સાગબારા અને ગરુડેશ્વર બંને તાલુકામાં તાલુકામાં 144 મિલીમીટર એટલે કે છ ઈંચ વરસાદ નોંધાયો છે.જયારે ચિકદા તાલુકામાં 54 મિલી (2 ઈંચ) વરસાદ નોંધાયો છે અને સમગ્ર જિલ્લામાં સરેરાશ 114 મિલી વરસાદ નોંધાયો છે.

હજી પણ વરસાદ સતત વધી રહ્યો છે નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર રાહત કામગીરી અને નર્મદા અને કરજણ ડેમની સપાટી પર સતત નજર રાખી રહી છે.ગરૂડેશ્વર તાલુકાના ઝરીયા ગામે નદીના પાણીમાં છોકરો તડવી શશીકાંતભાઈ રમેશભાઈ ( ઉંમર ૨૨ વર્ષ ) ફસાયેલ હતો.સ્થળ ઉપર સરપંચ મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ જનો દ્વારા સ્થળ ઉપર તાત્કાલિક પહોચી છોકરાને નદીમાંથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો.ગૌચરીયા ગામે ભારે વરસાદ ને કારણે સ્થાનિક યુવાન પાણીનો પ્રવાહ વધી જતા પાણી પ્રવાહમાં ફસાઈ જતા તે ઝાડ પર ચઢી ગયો હતો અને લટકી રહ્યો હતો.

આ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમને જાણ કરતા ટીમ પોતાના રસાલા સાથે ત્યાં પહોંચી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરીને યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!