નર્મદા ડેમની સપાટીમાં પહેલીવાર 24 કલાકમાં 63 સેમીનો સૌથી વધુ વધારો નોંધાયો

SHARE:

– નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલીવાર 129 મીટરને પાર કરતા નર્મદા ડેમ 71.60 % ભરાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

મધ્યપ્રદેશના ઉપરવાસમાં અને કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા સતત વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.આજે નર્મદા ડેમની સપાટીમાં પહેલીવાર 24 કલાક માં 63 સેમીનો સૌથી વધુ વધારો નોંધાયો છે.

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પહેલી વાર 129 મીટરને પાર કરી ગઈ છે.નર્મદા ડેમની સપાટી 129.35 મીટરે પહોચી છે.ડેમની સપાટીમાં હજુ પણ મોટો વધારો થવાની પૂરેપૂરી શક્યતા

સેવાઈ રહી છે.સરદાર સરોવર નર્મદા ડેમની ભયજનક અનેમહત્તમ સપાટી 138.68 મીટર છે.તેની સામે હાલ ડેમ 129.35 મીટર પર પહોંચ્યો છે.ડેમમાં અત્યાર સુધીમાં કુલ ક્ષમતાના 71.60 ટકાજેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે.જે આગામી ચોમાસા અને ઉનાળાની સીઝન માટે સંગ્રહાતું પાણી સિંચાઈ અને પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાશે.જે ગુજરાત માટે રાહતના સમાચાર કહી શકાય.ચોમાસાની આ સીઝનમાં ડેમ જે રીતે પોણા ભાગ સુધી ભરાઈ ગયો છે.હજી ચોમાસું બાકી છે ત્યારે આ ડેમ 100ટકા ભરાય તેવી શક્યતા છે.જેનાથી ગુજરાતમાં પીવાનાપાણી અને સિંચાઈના પાણીના મોટી સમસ્યા હલ થઈ જશે.કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવાથી વહીવટી તંત્ર દ્વારા પણ ડેમની સપાટી પર સતત 24 ક્લાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!