ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ/ પંચાયતના ૧૫ જેટલા રસ્તાઓ બંધ

SHARE:

– નાગરિકોની સુરક્ષા માટે સાઈન બોર્ડ અને બેરિકેટ અને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં પડી રહેલા વરસાદના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કેટલાક માર્ગો પર પાણી ફરી વળવા (ઓવરટોપિંગ) તેમજ નાળાને નુકસાન પહોંચવાના કારણે જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) અને માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા જિલ્લાના કુલ ૧૫ માર્ગો વાહન વ્યવહાર માટે અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યા છે.

ભરૂચ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લામાં માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના કુલ ૪ રોડ બંધ કરવામાં આવ્યા હતા. જેમાં વાલીયા તાલુકાના ૨ રોડ,વાલિયા વાડી રોડ, અને વાલીયા ભમાડીયા રોડ, ઝઘડીયા તાલુકાના ૨ રોડ જેમાં અવિધા- સિમધરા રોડ, મહુવાડા એપ્રોચ રોડ રસ્તા મળી કુલ ૪ રસ્તાઓ બંધ કરાયા છે.

માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્નારા વાલિયા તાલુકામાં કુલ ૬ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.જ્યાં પેટીયા ગુંદીયા રોડ, સેવડ દોલતપોર, ભરાડીયા થી પાતલ રોડ, શીનાડા એપ્રોચ રોડ, કોયલીવાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ,પઠાર વસાવા ફળીયા, પઠાર ઝોકલા રોડ, વાલિયા તુણા, રોડનો સમાવેશ થાય છે.

નેત્રંગ તાલુકામાં ૩ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.ગુંદીયા ચિખલી કામલિયા ઝરણા કબીરગામ રોડ, મોટાજાંબુડા થી ગાળદા રોડ, લાલમંટોડી થી ઝરણા શણકોઇને જોડતો રોડનો સમાવેશ થાય છે.ગુંદીયા ચિખલી કામલિયા ઝરણા કબીરગામ રોડ પર વૈકલ્પિક માર્ગ તરીકે પેટીયા- કવચિયા રોડ, લાલમંટોડી થી ઝરણા માટે કાંટીપાડા, ટીમલા રોડનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકાશે. જ્યારે ઝઘડીયા તાલુકામાં ૨ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજપારડી ભાલોદ રોડ અને માલજીપુરા એપ્રોચ રોડનો સમાવેશ થાય છે.

આ તમામ ૧૫ જેટલા માર્ગો કોઝવે ઓવર ટોપીંગ અથવા તો રસ્તા પર પાણી ફરી વળવાને કારણે બંધ કરાયા છે.આ બંધ કરાયેલા રસ્તા પરથી વાહન ચાલકો કે રાહદારીઓની અવરજવર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ રોડ બંધ થતા કોઈ પણ ગામ સંપર્ક વિહોણું થયું નથી.વરસાદના લીધે રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી તમામ વાહનચાલકો તથા ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે કે જોખમી માર્ગો પર મુસાફરી ન કરતા વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓનો જ ઉપયોગ કરવો. જિલ્લામાં કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિ, મદદ કે માહિતીની આપ-લે માટે (ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ) જિલ્લા કંટ્રોલ રૂમ (૦૨૬૪૨-૨૪૨૩૦૦) હેલ્પલાઈન નંબર ૧૦૭૭ પર સીધો સંપર્ક સાધી શકે છે.

માર્ગ અને મકાન (સ્ટેટ અને પંચાયત) વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે, વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બિનજરૂરી મુસાફરી ટાળવી, સૂચિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો તેમજ જિલ્લા તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!