(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના તિલકવાડા તાલુકામાં 118 મિલી (પોણા 6 ઈંચ) જેટલો સૌથી વધુ ભારે વરસાદ થયો છે.જેના પગલે સુરવા ગામમાં પાણી ભરાઈ જતા કેટલાક ગામ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા.જેને બહાર કાઢવા એસડીઆરએફની ટીમની મદદ લેવાઈ હતી.જેમાં તિલકવાડા તાલુકાના સુરવા ગામ માં ભારે વરસાદી પાણીમાં 6 જણા ફસાઈ ગયા હતાં.તેમને બચાવવા તંત્રને જાણ કરતા એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફસાયેલા છ માણસોને એસડીઆરએફની ટીમ દ્વારા રેસક્યુ કરીને સલામત રીતે બહાર કાઢીને તમામને બચાવી લેવામાં આવ્યા હતા.




