પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને NDRF ના સંયુક્ત ઉપક્રમે નદીસર ખાતે આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

SHARE:

– ભારે વરસાદની આગાહી વચ્ચે નદીસર ગામના નાગરિકોને આપત્તિ સામે સજ્જ કરવા ‘કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન

– નાગરિકોને પ્રાથમિક સારવાર (First Aid) અને પ્લાસ્ટિક બોટલ જેવા સ્થાનિક સાધનોમાંથી લાઇફ બચાવ સાધનો બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ

(ગણપત મકવાણા, પંચમહાલ)

પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ સામે પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર તથા NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગોધરા તાલુકાના નદીસર ખાતે ખાસ ‘કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ’ (સમુદાય જાગૃતિ કાર્યક્રમ) યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પૂર કે અન્ય કોઈ કુદરતી આપત્તિ સમયે સ્થાનિક નાગરિકો પોતે જ સક્ષમ બની સ્વ-બચાવ અને અન્ય લોકોની મદદ કરી શકે તે માટે સજ્જ કરવાનો હતો.આ તાલીમમાં ઈમરજન્સી પરિસ્થિતિમાં NDRF ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.ઘરમાં સરળતાથી મળી આવતી વસ્તુઓ જેવી કે નકામી પ્લાસ્ટિક બોટલોનો ઉપયોગ કરીને લાઇફ જેકેટ કે ફ્લોટિંગ ડીવાઈસ કેવી રીતે બનાવી શકાય તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.પૂર કે ભારે વરસાદ દરમિયાન કઈ સાવચેતી રાખવી, અફવાઓથી દૂર રહેવું અને આરોગ્ય વિષયક સ્વચ્છતા જાળવવા અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ જાગૃતિ કાર્યક્રમમાં નદીસર ગામના મોટી સંખ્યામાં નાગરિકો, ગ્રામજનો અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. વહીવટી તંત્ર અને NDRF ની આ પહેલને સ્થાનિક લોકોએ ખૂબ બિરદાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!