ભરૂચ,
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વિઠ્ઠલગામ ગામે રૂપિયાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા દસ ઈસમો રૂપિયા ૫૭,૭૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.
વાલિયા પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતીકે વાલિયા તાલુકાના વિઠ્ઠલગામ ગામે રોડની બાજુમાં આવેલ એક ઓરડીમાં આગળના ભાગે બેસીને કેટલાક ઈસમો પત્તાપાના (ગંજીફા)નો હારજીતનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા સ્થળ ઉપર કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળીને જુગાર રમતા હોવાનું જણાયું હતું.પોલીસે સ્થળ ઉપરથી દસ ઈસમોને રોકડા રૂપિયા,મોબાઈલ નંગ ૨,એક મોટરસાયકલ તેમજ જુગાર રમવાના પત્તાપાના સહિત કુલ રૂપિયા ૫૭,૭૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે જુગાર રમતા પકડાયેલ સદર દસ ઈસમો બુલસીંગ કોયજી વસાવા,જયેન્દ્ર ઉર્ફે જયેશ સોમાભાઈ વસાવા,માનસંગ ઘેલિયાભાઈ વસાવા,ઠાકોર લાલજી વસાવા,કૈલાશભાઈ બાલુભાઈ વસાવા,કાંતુભાઈ ઉક્કડ વસાવા,નિતિન જશવંતભાઈ વસાવા,સુરેશ વેચાણભાઈ વસાવા, છનાભાઈ ઘેલિયાભાઈ વસાવા તેમજ પરેશ બુધિયાભાઈ વસાવા તમામ રહે.ગામ વિઠ્ઠલગામ તા.વાલિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.તાલુકામાં એકસાથે દસ જેટલા જુગારીયા જુગાર રમતા ઝડપાતા તાલુકામાં જુગાર રમવા ટેલાયેલ ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.




