– અંદાજે 20થી 25 ગ્રામજનોએ ઝોળીમાં ઉંચકી પ્રસૂતાને એકથી દોઢ કિમી સુધી પગપાળા લઈ ગયા
– રસ્તામાં આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પણ જીવના જોખમે પાર કરાવવામાં આવી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં વિકાસના રાજકારણ તો ખૂબ રમાય છે પણ પણ વિકાસ હજી અંતરિયાળ વિસ્તાર માં રસ્તા, વીજળી પાણી ના પ્રશ્ને હજી પણ વિકાસ દેખાતો નથી.ખાસ કરીને ડેડીયાપાડા વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે 108 ગામમા પહોંચી ન શકતા દર્દીને ટીંગાટોળી કરીને ઝોળીમાં કિમી દૂર સુધી વરસતા વરસાદમાં લઈ જવાની ફરજ પડે છે. તાજેતરમાં આવી જ એક ઘટના ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામે બની છે.જ્યાં પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી.વરસાદમાં ખાડીમાં પાણી આવી ગયું હતું.ડેડીયાપાડા તાલુકાના કંજાલ ગામે પ્રસૂતા મહિલાને ઝોળીમાં લઈ જવાની ફરજ પડી હતી.જોકે ગામલોકોએ પ્રસૂતા જવનીબેન વસાવાને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 સુધી પહોંચાડવા ગ્રામજનો આગળ આવ્યા હતાં.વરસાદી પાણીના કારણે એમ્બ્યુલન્સ આવી શકે તેવી શક્યતા ન હતી.અંદાજે 20થી 25 ગ્રામજનોએ ઝોળીમાં ઉંચકી પ્રસૂતાને એકથી દોઢ કિમી સુધી પગપાળા લઈ ગયા હતાં.
રસ્તામાં આશરે 300 મીટર પહોળી ટૂંકનેર નદી પણ જીવના જોખમે પાર કરાવવામાં આવી હતી.ગ્રામજનોએ એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.




