ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામમાં બોર કરેલા હેન્ડ પંપ માંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદામાં ચોમાસામાં બોરિંગ માંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટવાની ઘટના સામે આવી છે.ભારે વરસાદ બાદ અચરજ પમાડતા દ્રશ્યો જોવા મળ્યા છે.

આ ઘટના ડેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામમા જોવા મળી છે.બોર કરેલા હેન્ડ પંપ માંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા હતા.સામાન્ય રીતે હેન્ડ પંપ ને ત્રણ-ચાર વખત હલાવામાં આવે તો પાણી નીકળતુ હોય છે.પરંતુ આ હેન્ડ પંપ માંથી આપમેળે કુદરતી રીતે સતત એકધારા પાણીના ફુવારા ઉડી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભૂગર્ભમાં પાણીનું પ્રેશર વધતા યાં ઊંડા ગયેલા જળસ્ત્રોત ઊંચા આવતા આવું બની શકે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!