(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના બોરખાડી અને ચંદ્રવાણ ગામના ખેડૂતો દ્વારા આટખોલ એગ્રીકલ્ચર ફીડર પર અનિયમિત અને નિયમિત ખોરવાતી વીજ પુરવઠાની સમસ્યાને લઈને DGVCL ના ડેપ્યુટી એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
ખેડૂતોએ પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, એગ્રીકલ્ચર ફીડરની વીજ લાઈનમાં વારંવાર ફોલ્ટ સર્જાય છે, પરંતુ વીજ કંપનીના સ્ટાફ દ્વારા ફોલ્ટ નિવારણમાં ભારે ઉદાસીનતા દાખવવામાં આવે છે. પરિણામે ૪ થી ૬ દિવસ વીતી ગયા બાદ પણ લાઈટ ચાલુ કરવામાં આવતી નથી,જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પાવર અનિયમિત રહેવાને કારણે આશરે ૪૦ જેટલા ખેડૂતોએ વીજ સ્ટાફને સાથે રાખીને શ્રમદાન કરી જાતે ફોલ્ટ દૂર કર્યો હતો.છતાં વીજ પુરવઠો નિયમિત ચાલતો નથી. દીપડા અને સરિસૃપોનો ભય છે આને ખેતરો અને વાડીઓમાં કાયમી વસવાટ કરતા પરિવારોને સિંગલ ફેઝ વીજળીની તાકીદે જરૂરીયાત રહે છે પણ લાઈટના અભાવે પીવાનું પાણી,બીમાર પશુઓની સારવાર અને બાળકોના અભ્યાસ પર વપરીત અસર પડી રહી છે.આ ઉપરાંત, રાત્રિ શિફ્ટના કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે લાઈટ આપવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.સરકારી યોજનાનો લાભ આપવા માંગ ખેડૂતોએ માંગ કરી છે કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમ મુજબ ખેતરમાં વસવાટ કરતા લોકોને જ્યોતિ ગ્રામ વીજલાઈન કનેક્શન આપીને પૂરતી મદદરૂપ થવા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.




