ભરૂચ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો મહિલા સ્વરોજગાર મેળો યોજાતા મહિલાઓ માટે રોજગારીની નવી તકોના દ્વાર ખૂલ્યા

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં ૪થી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ , ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા ભરૂચના રોટરી ક્લબ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળો યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત રહીને મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત વિવિધ કંપનીના પ્રતિનિધિ મહિલઓને તેમની કંપનીમાં ઉપલબ્ધ વિવિધ જગ્યાઓ પર રોજગાર મેળવવા જરૂરી લાયકાત , કંપનીની કામગીરીની વિગતો આપી માર્ગદર્શન આપ્યું હતું.આ ભરતી મેળામાં ભરૂચ અને આસપાસના વિસ્તારના પ્રતિષ્ઠિત એકમો જેવા કે એમ.આર.એફ લિમિટેડ (દહેજ), એસ.બી.આઈ. લાઈફ ઈન્સ્યોરન્સ, યોકોહામા ઓફ હાઈવે ટાયર અને સન ફાર્માસ્યુટિકલ સહિતના કુલ ૮ થી વધુ અગ્રણી નોકરીદાતાઓએ ભાગ લીધો હતો.આ ભરતી મેળામાં મશીન ઓપરેટર, મેનેજર, સેલ્સ એક્ઝિક્યુટિવ અને એપ્રેન્ટીસ જેવી વિવિધ કેડર માટે ખાલી જગ્યાઓ માટે સીધા ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે જ્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નોકરીદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ના શપથ લીધા હતા.જે મહિલા સશક્તિકરણ પ્રત્યે સરકારની કટિબદ્ધતા દર્શાવે છે.આ ભરતી મેળામાં એસ.એસ.સી., એચ.એસ.સી., ડિપ્લોમા અને સ્નાતક થયેલી મહિલા ઉમેદવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં IAS અવધિજા ગુપ્તા,મહિલા અને બાળ વિકાસ અધિકારી,દહેજ પ્રતિબંધક સરક્ષણ અઘિકારી , લીડ બેન્ક મેનેજર, ફિલ્ડ ઓફિસર, મહિલા અને બાળ વિકાસ કચેરીના કર્મચારીઓ, જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ, વિવિધ કંપનીઓના કર્મચારીઓ, મોટી સંખ્યામાં રોજગાર મેળવવા ઈચ્છુક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!