ભરૂચ,
વાલિયામાં વરસેલા વરસાદના પગલે લોકાના રહેણાંક મકાનો સહિત ધરવખરીને નુકશાન પહોંચતા સેવા યજ્ઞ સમિતિએ અન્ય સંસ્થાના સહયોગથી પૂરગ્રસ્ત પરિવારોને જીવન જરૂરી રાહત કીટનું વિતરણ કર્યું હતું.
ભરૂચ જીલ્લા હાલ માં વરસેલા અનરાધાર વરસાદના પગલે વાલિયા તાલુકામાં કીમ નદીમાં આવેલા પૂરના કારણે ડહેલી, સોડગામ, દેસાડ સહિતના અનેક ગામોમાં પાણી ઘૂસી જતાં રહેણાંક મકાનો, ઘરવખરી અને રોજિંદા ઉપયોગની વસ્તુઓને ભારે નુકસાન થયું હતું.અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાતા તેમની મદદ માટે સેવાયજ્ઞ સમિતિ અને સેતુ ફાઉન્ડેશન આગળ આવ્યા હતા.સંસ્થાની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી સ્થળ પર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.સર્વે બાદ 200 જરૂરિયાતમંદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જીવનજરૂરી સામગ્રીથી સજ્જ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં પરિવારને તાત્કાલિક ઉપયોગી બને તેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ માનવતાભર્યા સેવા કાર્યમાં હેમંતભાઈ પંચાલ, પ્રશાંતભાઈ પંડ્યા, અતુલભાઈ શાહ અને ઈલાબેન મોદીએ સક્રિય સહભાગિતા આપી સેવા યજ્ઞને સફળ બનાવ્યો હતો.સંસ્થાએ આગામી સમયમાં પણ પૂરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી મદદ પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.




