ભરૂચ,
ભરૂચ-દહેજ માર્ગ પર વેસદડા ગામ નજીક રાત્રિના સમયે એક દોડતી ટ્રકની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળી હતી.આ ઘટનાને કારણે ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગની જ્વાળાઓ કેબિન માંથી ઊંચે ઉઠતા આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં ભય વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.આગને કારણે ભરૂચ-દહેજ માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.જેના પરિણામે વાહનોની લાંબી કતારો લાગી હતી. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ માર્ગ પરનો ટ્રાફિક ફરી સામાન્ય બન્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ અંગે તપાસ ચાલી રહી છે.સદ્દનસીબે આગગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી પરંતુ ટ્રક બળીને ખાક થતા વ્યાપક નુકસાન થયું હતું.




