ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલમાં સર્પદંશની સફળ સારવારથી ઊષાબેન તડવીને મળ્યું જીવનદાન

SHARE:

– 108 એમ્બ્યુલન્સ અને ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલની તાત્કાલિક સારવાર થકી જુલાઈ મહિનામાં સર્પદંશના ૧૭ દર્દીઓનું અમુલ્ય જીવન બચાવ્યું

– સરકારી હોસ્પિટલોમાં એન્ટી સ્નેક વેનમ (ASV)ની ઉપલબ્ધતા સર્પદંશના દર્દીઓને બની આશીર્વાદરૂપ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

108 એમ્બ્યુલન્સ અને ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલની તાત્કાલિક સારવાર થકી જુલાઈ મહિનામાં સર્પદંશના ૧૭ દર્દીઓના અમુલ્ય જીવન બચાવ્યાં છે.જેમાં ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલમાં સર્પદંશની સફળ સારવારથી ઊષાબેન તડવીને  જીવનદાન મળ્યું છે.

નર્મદા જિલ્લાના ગભાણા ગામની ઊષાબેન તડવીને સર્પદંશની ઘટના બાદ તેમના પરિવારની સમયસરની સમજદારી, 108 એમ્બ્યુલન્સની ઝડપી કામગીરી અને ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના તબીબોની તાત્કાલિક સારવારના કારણે તેમનો અમૂલ્ય જીવ બચી ગયો છે.ઊષાબેન પોતાના વાડામાં રોજિંદું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમના પગમાં સાપે ડંખ માર્યો. ઘટનાની ગંભીરતા સમજી પરિવારજનોએ સમય બગાડ્યા વિના તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.

108 એમ્બ્યુલન્સની ટીમે ઝડપી સ્થળ પર પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી સુરક્ષિત રીતે ગરુડેશ્વર સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા. હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ તબીબોની ટીમે વિલંબ કર્યા વિના સારવાર શરૂ કરી.સર્પદંશના કારણે તેમના પગમાં સોજો વધી રહ્યો હતો.પરંતુ સતત તબીબી દેખરેખ, એન્ટી સ્નેક વેનમ (ASV) અને જરૂરી સારવારના કારણે તેમની સ્થિતિમાં સતત સુધારો થયો અને થોડા જ દિવસોમાં તેમની સારવાર સારી થઈ ગઈ છે. 

ગરુડેશ્વર સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડૉ.જસવંત રાઠવા જણાવે છે કે માત્ર જુલાઈ-2026 દરમ્યાન ગરુડેશ્વર તાલુકામાં સર્પદંશના 17 દર્દીઓની સફળ સારવાર કરવામાં આવી છે. તમામ દર્દીઓને સમયસર એન્ટી સ્નેક વેનમ અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવતા તેઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

સર્પદંશ અંગે વધુ માહિતી આપતા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ  સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), પેટા આરોગ્ય કેન્દ્રો (SHC) તેમજ રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી સ્નેક વેનમ, જીવનરક્ષક દવાઓ અને સર્પદંશની સારવાર માટેની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.દર્દીના લક્ષણોના આધારે સર્પદંશ ઝેરી છે કે નહીં તે માત્ર તબીબ જ નક્કી કરી શકે છે તેથી તરત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું એ જ સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!