અંકલેશ્વરના તાડ ફળીયામાં ચાલતી જુગારના ક્લબ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

SHARE:

– 13 જુગારીઓની ધરપકડ કરી 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત : 60થી 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા  

ભરૂચ,

અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં ચાલતા જુગાર કલબ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 13 જુગારીઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે ચાર મુખ્ય સૂત્રધાર સહિત 60થી 70 જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં સલીમ હુસેન સૈયદ,ઝાકીર કમરુદ્દીન શેખ,કાંતિ મોરા અને વિજય દલપત વસાવા જુગાર કલબ ચલાવે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગારી ગુલામ મુસ્તુફા ગુલામ,ફરીદખાન હબીબખાન પઠાણ,ભાવરાવ દગા વાનખેડે,સંતોષકુમાર બાબુલાલ પટેલ,જયેશ હીરા જીવરાજાણી,મહેન્દ્રસિંહ હિમંતસિંહ ભદોરીયા,બિપિન ધનસુખ બગટના,ધર્મેન્દ્ર અંબારામ પટેલ,અભિષેક વિજય જોશી,હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોળી,મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલસંગ રાજને ઝડપી પાડ્યો હતો.જ્યારે ચાર મુખ્ય સૂત્રધાર અને 60થી 70 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!